Wednesday 24 June 2015

सागर से सरिता चली...




कुछ दूऱ तु कहाँ चली, इस घर से अनजानी बनी,
इस दरिये को दे दुहाई, जैसे सागर से सरिता चली |……….

वो बचपन के देख खिलौने, कही कोने में पडे है,
जैसे कोई बच्चे से माँ, नाराज होकर चली |..........

वो आँगन का दीयाँ, अब रौशनी भी देता नहीं,
महोताज था वो तेरे नूर का, उसे बेनूर कर चली |……..

वो मस्ती भरी बाते, वो तेरी झूठी कहानियाँ,
कुछ पल की हँसी भी, उधार दे चली |……..

वो आँगन की रंगोली, तेरे रंग पहनकर घूमती थी।
वो रंगीन दुनिया भी, संग अपने ले चली |……..

वो प्यार पिता का, वो माँ का आँचल भी,
छोटे भाई-बहन को, यूँ  मजधार छोड चली |……..

वो चहकती दुनिया भी, कुछ पल में सूमसाम हो गई,
जैसे तीरथ से ईश्वर की हस्ती चली।......                                                      बादल पंचाल

Wednesday 10 June 2015

જનરેશન ગેપની સમસ્યાઓ કઇ રીતે દૂર થઇ શકે?



જનરેશન ગેપની સમસ્યાઓ કઇ રીતે દૂર થઇ શકે?
જનરેશન ગેપ એટલે બે પેઢી વચ્ચેનું અંતર- વીસ વર્ષનો સમયગાળો. અંતર વયની સાથે સાથે વિચારોનું પણ.......!!! બે ભિન્ન અવસ્થાએ પહોંચેલી વ્યક્તિઓનો જીવન તરફ જોવાનો આગવો દ્રષ્ટિકોણ …..સતત પોતાની વાત કહેવા અને મનાવવા મથતી બે વ્યક્તિતત્વોની લડાઈ- એટલે જ જનરેશન ગેપ...
આજે ચાલીસી કે પચાસીમાં જીવતા વડીલોએ પોતાની યુવાનીમાં જીવનને બહું જ ઘસારાથી વેઠેલું છે. જીવનના સંઘર્ષોએ એમને ઘડ્યા છે. સતત મથીમથીને, વેઠીવેઠીને એ થોડાઘણાં સુખી થયા છે. એટલે સુખનું મૂલ્ય એમને સમજાયું છે. આ સુખમાં સંતોષનો ઓડકાર છે! જ્યાં છે ત્યાં એ સુખી છે. સુખી થવા માટેનો કોઈ રિસ્ક હવે’ એમને લેવો નથી. જે કાળીમજૂરી એમણે કરી છે. એ કદાચ એમના બાળકોએ ન કરવી પડે એ માટે એમણે સતત પ્રયત્ન કર્યા છે. ‘હું જે ન ભણી શક્યો,’ ‘મારી જે ઈચ્છાઓ બાકી રહી ગઈ’ અથવા ‘મારે જ્યાં પહોંચવું હતું ત્યાં મારા બાળકો પહોંચે’ એવી છૂપી આશા દરેક વડીલવર્ગ સેવે છે. અને જ્યાંરે આ ઈચ્છાઓની  બાળકો ઉપેક્ષા કરે ત્યારે તેમનું મન દુભાય છે. અને ત્યાથી જ મતાંતર અને મનાંતર(મન વચ્ચેનું અંતર) શરુ થાય છે. આપણી અતૃપ્ત ઇચ્છાઓ આપણા બાળકોના ખભે લાદીને આપણે શું મેળવી લઈશું? એમનું પણ પોતાનું જીવન છે.  એમની પણ પોતાની ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ છે. એમણે પણ જીવનમાં ઢગલાબંધ સપના જોયા છે. જેમ આપણી ઈચ્છાઓની પૂર્તિ આપણે બાળકો પાસેથી ઈચ્છીએ છીએ એવી રીતે એ પણ ચોક્કસ તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે. એ આપણે ભૂલી જઈએ છીએ અને નકામા પોતાના કક્કા સાબિત કરવા મથીએ છીએ.
એક સમય પછી આ પેઢી સૅટલ થઈ ગઈ છે. સ્થિર થઈ ગઈ છે પોતાની ગૃહસ્થીમાં, પોતાના સમાજમાં. એને ટકીને રહેવું છે આ સમાજમાં મોભાભેર, ઇજ્જતભેર અને સન્માનથી. બદલાતી પેઢી વિશે, બદલાતી પેઢીની  વિચારસરણી વિશે, એની સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વિશે એને ચિંતા નથી, ફરિયાદ છે. પોતાના બાળકોને એમને કંઈ પૂછવું નથી  બસ, કહેવું છે, ટોકવું છે. અને જો બાળક એમના કીધે વર્તે તો જ બાળક  આજ્ઞાકારી, નહિં તો વંઠેલ અને નાલાયક. આ પેઢી પાસે હાથવગો અનુભવ છે. એની આંખોએ ઝડપથી બદલાતા સમયને, બદલાતી વસ્તુઓને અને બદલાતા સંબંધને બહુ નજીકથી જોયા છે. ગામડાના લોકો કહે એમ ‘બહુ દિવાળી ભાળી છે.’ પણ આ પરિવર્તનને કદાચ સંપૂર્ણપણે સ્વીકારી શક્યા નથી. અમેરિકા, કેનેડા કે પછી લંડનમાં રહેતી ભારતીય સ્ત્રી ભલે મોર્ડન કપડા પહેરીને,  થોડી ઉડાઉ થઈ ગઈ હોય છતાંયે એના માનસમાં ઝાઝો ફેરફાર નથી થયો. હજુયે દીકરો પરણે ત્યારે એના અંદરની મા એકાએક સાસુ બની જતી હોય છે. વૉટ્સઍપ પર કે ફેસબુક શીખી ગયેલી આ વડીલપેઢી શક્ય છે કે હજુયે એના ઘરમાં નાનીનાની વાતે ઝઘડતી હોય!!! આ પેઢી પાસે પોતાની માન્યતાઓ, પૂર્વગ્રહ, પૂર્વધારણાઓ છે. અને એ એમાં બિલકુલ છૂટછાટ નથી ઈચ્છતી. કદાચ એટલે જ નવી પેઢી સાથે એને વાંધા પડે છે. ‘આ કામ આમ જ થાય’ , ‘હું જે કહું  એમ જ કરવાનું’ એવું ઘણુંખરું કહીને વડીલો એમના ટીનએજર કે યુવાન બાળકોને ટોક્યા કરે છે. અને યુવાનોકેમ? આમ કર્યે તો શું થાય?’, ‘હું તો આમ જ કરીશ.’ જેવી અડિયલ જીદ સાથે કામ કરે છે. યુવાપેઢી પાસે એની આગવી સૂઝબૂઝ છે, ટેકનોલોજી છે, પ્રેકટિકલ અપ્રોચ છે લાઈફ તરફનો. એને નાનીનાની વાતોને પકડી રાખતા નથી આવડતું. એ લોજિકલી વિચાર કરે છે. એ બધી વાતોને સિરયસલી લઈને માથું પકડીને ચિંતા કરતો નથી .એ નચિંત થઈને ‘જોયુ જાશે......કે ફોડી લઈશું’ ની ખુમારીથી જીવે છે. યુવાપેઢીને DNA માં આંખો તો મળી છે પણ દ્રષ્ટિ નથી મળી! એક અલગ જ ભાવવિશ્વમાં યુવાપેઢી જીવે છે. ટીનએજમાં પ્રવેશતા લોકો સામે ગ્લેમર છે,  ઢગલાબંધ સપનાઓ છે, દિલ ફાડીને જીવવાની ખુમારી છે, નાજુક ભાવોનું સંવેદનતંત્ર છે, ઉઘડતી કળી જેટલી કુમાશ અને ઝાકળથી ધોયેલી આંખો છે. નિર્બંધ પાંખો અને આશ્લેષમાં લઈ લેવાય એવું આકાશ છે, ઝરણાં જેવી ચંચળતા ઉછાળા ભરે છે એમાં...જીવન શું છે એ કદાચ હવે એને સમજાવા લાગે છે!!!! શું આવી યુવાની વડીલોએ નથી જોઈ?? જીવનનાં કડવા સત્યો જ્યાં સુધી નથી સમજાતા ત્યાં સુધી એનો સ્વાદ કાચી કેરી જેવો છે. ભલે સરકાર ૧૮વર્ષની ઉંમર પછી ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર આપી યુવાનોને પરિપક્વ ગણે!!! પણ હકીકતમાં ઉંમર અને પરિપક્વતાને કોઈ સંબંધ નથી.. વડીલપેઢી પાસે લાં.....બો અનુભવ છે. એમણે યુવાવસ્થાએ માણેલી રંગીન સાંજો અને દિલ ભાંગ્યાની વેળા ખૂંચતી કણીઓનું દર્દ માણ્યું છે. સાસરામાં અવારનવાર થયેલા અપમાનનાં કડવા ઘૂંટડા પીને સ્ત્રીઓએ સંબંધો ટકાવ્યા છે. અને તૂટેલા સંબંધો માટે તલવારની ધાર પણ કાઢી રાખી છે!! એમની પાસેએમના જમાનાની’ ઘણી વાતો કહેવાની છે. અને યુવાપેઢી માટે એ ભાષણથી વધુ કાંઈ જ નથીL. વડીલપેઢી પાસે મૂલ્યલક્ષી કેળવણી છે, જ્યારે યુવાનપેઢી પાસે મૂલ્યલક્ષી પ્રયોગો છે. પોતાના સંતાનો જ્યારે પોતાનું કહ્યું ન માને ત્યારે વડીલો પાસેV ‘સરખામણી’ નું મોટું હથિયાર છે. ‘પેલાનો દીકરો કે પેલાની દીકરી’ જેવી વાતો કરીને પોતાના બાળકોને એનાથી ઊતરતા સાબિત કરવા માંડે છે. આવું કરવાથી પોતાના સંતાનોને પ્રેરણા મળશે એવો ભ્રમ ભાંગી નાંખવા જેવો છે. યુવાવર્ગ યુનિકનેસ માને છે. યુવાવસ્થામાં કે મુગ્ધાવસ્થામાં યુવાન પોતાને જ શ્રેષ્ઠ ગણે છે. પોતે જ પોતાનો ફેન હોય છે. જબ વી મેટ મૂવીનો કરીના કપૂરનો ડાયલૉગ છે: ‘મેં અપની ફેવરીટ હૂં’. પોતે કરેલા કામ એને ગમે છે. વડીલપેઢી એને એના નિર્ણયોમાં સાથ આપે તો એને ચોક્કસ ગમશે. પણ વડીલપેઢી પાસે સલાહ આપ્યા સિવાય કંઇ નથી. આપણે લગામ બાંધી રાખવી છે બાળકો પર!!!  પોતાનું કહ્યું ન માને તો બે થપ્પડ લગાવી દેવાની હિંસકવૃત્તિ વડીલોની છે, છે કે નહિ??
જે મા-બાપ પોતાના બાળકોને સ્વતંત્રતા નથી આપી શકતા, એમના વિચારોની કદર નથી કરી શકતા એ બાળકો એમના મા-બાપની કદર કરશે એ આશા જ મૂર્ખાઇ ભરેલી છે.
નવીપેઢી વડીલો પાસેથી કંઇક શીખે એવી ઈચ્છા હોય તો વડીલોએ પણ નવીપેઢી પાસેથી ઘણું શીખવાનું છે. એને હૂંફના તાપણાની જરુર છે. અને આપણે સલાહનાં ઝાપટા મારીએ છીએ. કોઇપણ મા-બાપ પોતાના બાળકો સાથે પોતાના વ્યવસાયની, નોકરીની વાતો કરતા નથીL. ઘરનાં કોઇપણ પ્રસંગોમાં યુવાનોના મંતવ્યને સાંભળ્યા ન સાંભળ્યા કરવામાં આવે છે. કોઇપણ ઘરમાં ખુલ્લા મનથી, બધાની હાજરીમાં ઘરની સમસ્યાઓ ચર્ચાતી નથીL. જો તમારું બાળક કોઇ ભૂલ કરે કે કોઇ સત્ય તમને કહે તો શું એ ધીરજથી સાંભળવાની તમારી તૈયારી છે? મા-બાપ કયારેય મિત્ર નથીL બની શકતા એનું કારણ જ આ છે. બીજીબાજુ, યુવાનો પોતાના મા-બાપના સ્વભાવથી પરિચિત છે, જે કદાચ બદલાશે નહિ એ નક્કી!!
પણ આપણે યુવાનો વડીલોની અવગણના કરીને, એમને ચૂપ કરતા કરીને, એમની સામે મોટા અવાજે બોલીને કઇ મર્દાનગી દેખાડીએ છીએ? એમણે તમારા માટે ઘણું જતું કર્યુ છે.  તમારા જીવનને નવો ઓપ આપવા, તમારું ફ્યુચર બ્રાઇટ કરવા  એમણે પોતાના રંગીન સપના ખેરવ્યા છે. જનરેશન ગેપની આ જે ખીણ છે એને આપણા સંકુચિત માનસે બહુ વિસ્તૃત કરી છે. સમજદારીનો, સ્વીકારનો, પ્રેમનો, સહનશક્તિનો પુલ બાંધીને જ આ ખીણ પાર કરી શકાય.....
એક શિક્ષકે બહુ જ સુંદર વાત કીધી છે કેહર વર્ષે નવા બાળકો અમારી સામે આવે છે. અને હરવર્ષના દરેક બાળકોમાં થોડું પરિવર્તન જોવા મળે છે. પ્રવાહ બદલાયો છે, પણ ફંટાયો નથીL. નવીપેઢી બહુ જ સમજદાર, ઇમાનદાર અને મોંફટ છે. એ બહુ જ ઍડવાન્સ પેઢી છે. ઇન્સટન્ટ પેઢી છે. તમારે એની સાથે તાલ મેળવવો હોય તો તમારે પણ દોડવું પડશે. ઇન્ટરેસ્ટિંગ વાતો, ઇન્ટરેસ્ટિંગ મુદ્દા અને સરળ લાગતા ઉપાયો છે આ પેઢી પાસે!!! એની પાસે ઘસાયેલી અને મહોંતા બનાવાય એવી વાતો નથીL. તદન  નવી જ વાત એની પાસે છે. આ પેઢી અભ્યાસુ નથીL, ધુની છે
નાપાસ થતાં કે અસફળ થતાં યુવાનોને આપણે ઢોરમાર મારીયે  છીએ. એના પર ખર્ચેલા પૈસાનો એને વ્યંગ કરીએ છીએ. બે-ચાર માણસો સામે એને રખડેલ, વંઠેલ, આળસુ, અક્કલમઠ્ઠો જેવુ કહીને એની ફજેતી કરીએ છીએ. પણ જો એ ક્યાંક સફળ થઇ જાય, કશુંક પામી જાય તો એ જ ખુલ્લા દિલથી આપણે એને શાબાશી નથીL આપતા અથવા એ જ બે-ચાર માણસો સામે એની પ્રશંસા નથીL કરતા....!!! જો પોતાનું  બાળક સફળ થાય તો એમાં મા-બાપનો હાથ જરુર છે, પણ જો નિષ્ફળ જાય તો.....??
એમાં બધો જ વાંક બાળકનો જ???
વડીલપેઢીનાં મુંબઇના મિલિંદ કોરડે જનરેશન ગેપનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા કહે છે: આજના સમયમાં જનરેશન ગેપ બહુ વ્યાપક બનતો જાય છે. ૮૦ના દાયકા સુધી જીવતા લોકો વચ્ચે પણ આ ગેપ હતો જ. પણ ત્યારે આટલી સમસ્યાઓ નહોતી. ઝડપથી બદલાતી ટેકનોલોજી અને પશ્ચિમનો પવન ફુંકાવાને કારણે આ સમસ્યા વકરી છે. અમે અમારા વડીલોની દરેક વાતને માની છે. પણ આજની પેઢી પાસે ઘણા બધા વિકલ્પો છે. ગેજેટ્સ, ટેબલેટ, આઇપેડ, આઇફોન બધાએ જીવન સરળ કરી નાખ્યુંછે. આ પેઢીની ફ્રેમ ઑફ માઇન્ડ અલગ છે. તે દરેક વાતને સરળતાથી કન્ફેસ કરી શકે છે. દરેક વાતમાં પ્રશ્નો પૂછે છે. જે અમે ક્યારેય નથીL કર્યું. અને આ બધી સમસ્યાઓને લીધે જ સંયુક્ત કુટુંબ વિખેરાયા છે. જનરેશન ગેપનું પરિણામ છે ફ્લેટ સિસ્ટમ, એકલા રહેવાની વૃત્તિ, સંકુચિત માનસ, ઘૂંટાતું જીવન!!! અમારા પેઢી માટે આજે પણ રુપિયાનું છે, વસ્તુનું મૂલ્ય છે,સંબંધોનુ મૂલ્ય છે. જ્યારે અમારા બાળકો માટે મૂલ્ય નહિ પણ કિંમત છે. અમે એસ. ટી બસમાં જવાનું પસંદ કરીયે છીએ કારણ રીક્ષામાં વધુ પૈસા થાય. પણ અમારા બાળકો માટે પૈસાનું મૂલ્ય નથીL એ રીક્ષા જ પ્રિફર કરશે. આજે એક જ ઘરમાં રહીને, સામસામે બેસીને પણ કૉમ્યુનિકેશન નથીL.આ જનરેશન ગેપ માટે બંને પેઢીએ થોડા થોડા પગલા નજીક આવવાની જરુર છે. સમજદારી, જવાબદારી અને સહનશીલતા સંબંધોને મજબૂતી પૂરી પાડે છે. આ પેઢીની જરુરિયાતો વધતી જાય છે. દિવસે દિવસે એને ગેજેટ્સ અને પછી ઍડવાન્સ ગેજેટ્સV જોઇએ છે. દિવસભર આ ગેજેટ્સમાં જ એ રચ્યોપચ્યો રહે છે. આ પેઢીનું ભણતર મૂલ્યલક્ષી નહિ પણ કરિયરલક્ષી છે.  એમનો જ પુત્ર જય કોરડે કહે છે: વિચારોના બદલાવને કારણે બે પેઢીમાં ઘર્ષણ થાય છે. આજની પેઢી ભણતર લીધે બહોળી માહિતી ધરાવતી થઇ છે. અને એ એ જ માને છે જે એણે જોયું છે, જાણ્યું છે. અફવા કે બનાવટી વાતો પર એને વિશ્વાસ નથી. જયારે જૂની પેઢી પાસે અનુભવનો ખજાનો છે, એ સ્વાવલંબી છે, મહેનતુ છે. જયારે નવી પેઢી ઇલેકટ્રોનિક ડિવાઇસ પર આધારિત છે. જૂની પેઢીના પોતાના વ્યુ પોઇંટ છે. જે એમાં સરળતાથી બાંધછોડ નહિ કરે. જનરેશન ગેપ ત્યારે જ ઓછો થશે જ્યારે એકબીજાની વચ્ચે સમજદારી વધે અને ઇગો ઓછો થાય.
એંજિનિયરીગ ભણતી કલ્યાણી ધોરે દઢતાથી કહે છે:જનરેશન ગેપ એટલે સિમ્પલી કૉમ્યુનિકેશનનો અભાવ!! જનરેશન ગેપ એ ફક્ત ઉંમર સાથે નહિ પણ બે પેઢીની રહેણીકરણી, સંસ્કૃતિ, ચારિત્ર્ય વિકાસ વગેરે પર આધારિત છે. બે પેઢી એકબીજાથી અંતર ધરાવે છે. એની પાછળ એમણે જીવેલા જીવન તેમજ તેમના સમયગાળાનો બહુ મોટો ફાળો છે. જૂની પેઢી સ્ટેબલ થઇ ગઇ છે, જયારે નવી પેઢી હજુ મોજમજામાં રચીપચી છે. જૂની પેઢી પાસે પરિવારની, બિઝનૅસની, વયોવૃધ્ધ મા-બાપની  જવાબદારી છે. જયારે નવી પેઢી હજુ કરિયર બનાવવામાં વ્યસ્ત છે. નવી પેઢી પાસે ટેકનોલોજી આવવાથી સંબંધોની દ્રઢતા, સંબંધોનાં ઊંડાણ કે સંબંધોની ઊંમર ઘટી ગઇ છે. નવી પેઢી પાસે ઉપરછલ્લી વાતો છે. આ જનરેશન ગેપ ઘટાડવાનો એકમાત્ર ઉપાય છે-  જૂની પેઢી નવા ટ્રેન્ડ, નવી ટેકનોલોજીને સ્વીકારે અને નવી પેઢી જૂના રિવાજોને સ્વીકારે.  નવી પેઢીમાં ઘટતા જતા મૂલ્યો, ઇમાનદારી, નમ્રતા, વિવેક જેવા ગુણો એને નિશ્ચિત પતન તરફ લઇ જશે અને જૂની પેઢીની ‘હું કરુ, હું કરુ એ જ અજ્ઞાનતા’ તેમને નવું વિચારતા પ્રેરિત નહીં કરે.....
-બાદલ પંચાલ

Friday 22 May 2015

વિચારશૂન્ય મન



                            વિચારશૂન્ય મન
વિચારશૂન્ય મન,
અલિપ્ત શબ્દોથી, લાગણીથી, અહંકારથી.......
નિર્લેપ તારાપણાથી અને મારાપણાથી પણ.......
કોઈ સ્વપ્નના સળિયા પાછળ આંખો નહીં.....
નથી પીંજરું છતાંયે ઊડવું નહીં....
નહીં રંગ કોઈ વેદનાનાં, પીડાનાં, દુ:ખનાં....
નહીં તરંગ કોઈ આનંદના, ખુશીનાં, સુખનાં….
બધું જ હોવું ન હોવું એકસરખું
એ શું હરપળે લાગણીનાં પૂરમાં ધસી જવું?
એ શું હરપળે હરવાતમાં વિવાદે ચઢી જવું?
એ શું કરવા ઉજાગરા કોઇની પ્રતિક્ષામાં?
એ શું જીવવું સતત તિતિક્ષામાં?
નહીં યોગ તારા સંગ હજું  થોડું જીવ્યાનો,
નહીં વિયોગ તુજથી દૂર તરછોડ્યાનો,
બધું જ હોવું ન હોવું એકસરખું
                                                                      -બાદલ પંચાલ


Saturday 16 May 2015

ડિજિટલ લાઈફ



ડિજિટલ લાઈફ
છેલ્લા દોઢ કલાકથી મોબાઇલમાં ગેમ રમીને કંટાળ્યો. મોબાઇલ બાજુએ મૂકી ટી.વી ઑન કર્યુ. આશરે ૫૦૦ જેટલી ચેનલો ફેરવી ફેરવીને મગજ ફરી ગયું એટલે મૂક્યું એનેય બાજુમાં ! થયું ચાલ  લૅપટોપ ઑન કર્યુ. ફેસબુક અને બીજા સૉશિયલ સાઇટ પર સર્ફિંગ કર્યુ. આશરે એક કલાક પછી આંખો દુખવા લાગી એટલે લૅપટોપ શટડાઉન કરી, રેડિયો ઑન કર્યો, થોડા જૂના રીમિક્સ થયેલા ગીતો ગૂંજતા સાંભળ્યા અને આંખો ઘેરાવા લાગી અને ઊંઘ આવી ગઇ. એકાએક ઝબકારો થતા જોયું તો બે કલાક નીકળી ગયા હતા સૂવામાં. આંખો ચોળીને રેડિયો બંધ કર્યો અને ફરી મોબાઇલ ઑન કરી વૉટસએપ પર......ફરી ચક્ર ચાલુ !!!
બધું જોતા એવો વિચાર આવે છે કે કેટલી સરળતાથી આપણે વર્ચ્યુલ લાઇફના ડેથવેલમાં લપસતા જઇએ છીએ. એક દિવસ પણ સેલફોન, આઈ-પૉડ કે આઈફોન વગર આપણે રહી શકતા નથી. ચારેકોરથી ઘેરાઇ ગયા છીએ આપણે ડિજિટલ સાધનોથી....
સાધનો આપણા કામ સરળતાથી અને ઝડપથી થઈ શકે એના માટેના છે. જ્યારે આપણે સવારથી રાત એના ગુલામ બનીને એમાં ડૂબી ગયા છીએ!! કમ્યુનિકેશનના સાધનો વધી ગયા છે પણ અનુભવી શકાય એવું કમ્યુનિકેશન ક્યાં છે?? રોજ વૉટસએપ પર આપણે કનેક્ટેડ છીએ બધા સાથે. રોજ વાતો કરીએ છીએ, પણસંવાદ’ ક્યાં છે?? અફાટ સાગર જેટલી માહિતીનો સંગ્રહ ઈન્ટરનેટ પર છે છતાંયે આપણું નૉલેજ કેટલું છે?? ત્યારે એમ થાય છે કે આપણે આ ઈલેક્ટ્રોનિક સાધનોમાં ગૂંચવાઇ ગયા છીએ. પણ મજા તો ગૂંથાઇ જવામાં છે, ગૂંચવાઇ જવામાં નહિ!!
ડિજિટલ લાઇફ  કેટલી કુત્રિમ ભાસે છે એમાં માણસ સહજ નથી રહી શકતો. એમાં ‘આત્મીયતા’ કરતાજોડાણ’ વધારે હોય છે!! કોઇના મિત્ર બનવું હોય તો રિક્વેસ્ટ’ મોકલવી પડતી હોય છે!! વહેવાર ખાતર લોકોના ગમતા ફોટા પણલાઇક’ કરવા પડતા હોય છે!! સૌથી મોટી કરુણા છે કે આપણે શું ફીલ (અનુભવીએ) છીએ પણ ઍનિમેટેડ કે સ્થિર લાગતા સ્માઇલી દ્વારા લોકોને બતાવવા પડે છે!!
હવે  બર્થ ડેની થ્રીલ પણ રહી નથી. બર્થ ડે પર હવે  ફેસબુકની વૉલ પર લોકો વિશ કરી દેતા હોય છે!! પાર્ટીઓ હવે વૉટસએપ પર જ ઉજવાઇ જતી હોય છે! કોઇને વર્ષો બાદ મળ્યાની ઉત્કંઠા અને તલપ ઘણા સમયથી અનુભવી શકાઇ નથી! આભાર વૉટસએપ અને સોશિયલ મિડીયાનો !! આંગળાઓ પર વધુ ત્રાસ વતૉવાય એથી બધું  કૉપી-પેસ્ટ થઇનેફોરવર્ડ’ થતું હોય છે! આંગળીઓ અસ્પૃશ્ય માનવા લાગી છે શબ્દોને! એની સુંવાળપને એ માણી શકતી નથી કારણકે શબ્દો હવે  લખાતા નથી, ટાઇપ થતા હોય છે!  હવે  મોબાઇલ એક્ટિવેટ હોય તો માણસ જીવતો જ હશે એ ૧૦૦% ની ખાતરી થતી હોય છે! એટલે જ કદાચ મોબાઇલ સજીવ અને માણસ નિર્જીવ બનતો જાય છે! લડી ઝઘડીને, પોતાનો મૂળભૂત અધિકાર હોય એ રીતે રુપિયા ઓછા કરાવી કરેલી ખરીદીનો આનંદ ઍમેઝોન કે ફ્લિપકાર્ટથી ખરીદવામાં ક્યાં છે? પારકાની ખુશીની વાત જ ક્યા છે? બધું જ હવે સેલ્ફી’માં થવા લાગ્યું છે. મંગળગ્રહ સુધીના સફળતાપૂર્વકનાં પ્રયાસ પછીયે હજુ માનવી માનવીના હ્રદયથી ઘણાંયે પ્રકાશવર્ષ દૂર છે. આપણા કવિ અનિલ કહે છે એમ:
‘માનવી સુધી હજુ બીજો માનવી નથી પહોંચ્યો,
‘અનિલ’ સાંભળ્યું છે ક્યારનો બંધાઇ રહ્યો છે રસ્તો’
કૂદકે ને ભૂસકે વધતી ટેકનોલોજીના ક્ષેત્રમાં જે આપણે ગુમાવી રહ્યા છીએ એ છે પ્રકૃતિનો સ્પર્શ!! બધા જ સ્માર્ટફોન અને ગેજેટ્સ તમને લોકો સાથે જોડવા મથી રહ્યા છે. પણ પોતાની જાત સાથેનું અનુસંધાન કરી આપવાનો દાવો કોઇ જ ગેજેટ્સ કરતા નથી. ખરેખર જોવા જઇએ તો ડિજિટલ સાધનોથી કંઇ જ અટકતું નથી. આપણા જીવની લગોલગ પહોંચી ગયેલા સ્માર્ટફોનથી એક  ક્ષણનો પણ વિરહ આપણને સહ્ય નથી. (વાત ટીનેજર, યુવાનો, વડીલો અને વૃધ્ધો સૌને લાગુ પડે છે.) લોકો ત્યારે પણ જીવતા જ હતા જ્યારે આ ડિજિટલાઇઝેશનનો મારો ન હતો. આપણા વડીલો અને પૂર્વજોએ તો ટેલિફોન અને પત્રવ્યવહારમાં જ સંબંધો કેળવ્યા અને નિખાર્યા છે. જ્યારે આજે આપણી પાસે પૂરતી સુવિધા અને ગેજેટ્સની ભરમાર છતાં આપણે સંબંધોમાં તળિયા ઘસતા થઇ ગયા છીએ. વિરોધ આધુનિકતાનો (મોર્ડનાઇઝેશન)નો છે જ નહીં, પણ તેના થઇ રહેલા અતિરેકનો છે. એનાથી જન્મતી એકલતાનો છે!
આપણે વસ્તુઓને જરુરિયાત માટે ઓછી અને દંભ, દેખાડો, આડંબર અને આપણા સ્ટેટસ અને ઇર્ષ્યાને પોષિત કરવા વધુ ખરીદતા હોઇએ છીએ. આપણને આપણા ઘરમાં નવી કાર આવ્યાનો આનંદ એટલો નથી આવતો જેટલો પડોશીને આપણી કાર દેખાડી જીવતાજીવ બાળી નાખવાનો આવે છે!!
સવાર સવારમાં વૉટસએપ પર જીવન જીવવાની વાતો ફૉરવર્ડ કરી દેતા લોકો પોતે સુધ્ધા એ વાંચવાની તસ્દી નથી લેતા! ગુગલ બુક્સ, પીડીએફ ડેટા, રિસર્ચ પેપર્સ, પ્રેઝન્ટેશન, ડૉક્યુમેન્ટસ, ઇ-બુક્સ જેવી વાંચનની પુષ્કળ સુવિધા છતાં વાંચનની રુચિ આપણે ગુમાવી બેઠા છીએ.
વસ્તુની જરુરિયાત પહેલા આપણને વસ્તુ ખરીદી લેવી છે. પછી ભલેને આપણા ઘરનાં ખૂણામાં પડી પડી સડી જાય! આપણી ઇચ્છાઓનું અને જોઇતી વસ્તુઓનું લાંબુ લચક લીસ્ટ છે. પણ એના પર ઉઘાડી આંખે વિચાર કરીએ તો સમજાશે કે એમાં ખરેખર જરુરતની વસ્તુ તો ગણીને એક-બે જ છે. બાકી બધી તો........???!!
બે બે સ્માર્ટફોન, ૩૨’’ એલઇડી ફ્લેટ ટીવી, શહેરના રસ્તા પર સડસડાટ દોડતી કાર, કંપનીએ આપેલું સોફિસ્ટીકેટેડ લેપટૉપ, બ્રાન્ડેડ એક્સેસરીઝ અને વૉશિંગ મશીનથી લઇને માઇક્રોવેવ ઑવન સુધીની ટોટલ મોર્ડન સુવિધા ધરાવ્યા બાદ પણ માણસના મનને શાંતિ નથી. સતત ઉચાટ, ઉકળાટ, વ્યગ્રતા, ટેન્શન અને જાતજાતની અસહજ લાગતી હરકતો કેટલાય કારણો અને તારણો આપે છે.
બે ઘડી મોબાઈલમાં ગેમ રમી લેવી, ફાજલ સમયમાં વૉટસએપના ફોટોસ્ અને વિડિયોસ્ જોવા, એકલતામાં મ્યુઝિક સાંભળી મન હળવું કરવું  પરવડી શકે.....પણ આસપાસ જીવતા લોકો તરફ દુર્લક્ષ સેવી, કામના સમયે મોબાઈલ પકડી બેસી રહેવું કેટલું યોગ્ય છે??
આજકાલ ઘરમાં મહેમાન આવતા નથી, બસ આંગણેથી હાથ લંબાવી ચાલ્યા જાય છે. ડિજિટલાઇઝેશનના આટલા તીખા તમતમતા માર પછી સંબંધોની સ્વસ્થતા જાળવવા આપણે ‘ડિજિટલ ફાસ્ટ’ કરવાની તાતી જરુર છે!! કોપરુ કે ચોખા ન ખાવાની બાધા રાખવા કરતા અઠવાડિયું મોબાઈલમાં ગેમ ન રમવાની બાધા રાખવી સારી!!